વડોદરા:રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે વિઘ્નહર્તા દેવનું  લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપન કરાયુ

વડોદરા શહેરમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી. 

New Update

વડોદરા શહેરમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી. 

વડોદરા સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં બીરાજમાન શ્રીજીની પ્રતિમા વર્ષ 1939માં ચવ્હાણ પરિવાર પાસે બનાવવામાં આવી હતી. ત્રણ પેઢીથી પેલેસના આ ગણપતિની પ્રતિમાને બનાવનાર ચવ્હાણ પરિવાર આજે પણ તેમની પહેલી પ્રતિમાના સંસ્મરણો યાદ કરે છે. ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ચવ્હાણ પરિવારને ત્રણ મહિના પહેલા જ તૈયારીઓ કરવા માટે સૂચના અપાય છે. અને ખાસ માટી માંથી ગણેશજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે. શ્રીજીની પ્રતિમાનું વજન પણ 90 કિલો જ રાખવામાં આવ્યુ છે. અને શ્રીજીની ઊંચાઈ પણ રાજવી પરિવાર દ્વારા વર્ષોથી નક્કી કરેલ 36 ઇંચની રાખવામાં આવી છે.

આજે સંગીતની સુરાવલી સાથે શ્રીજીની સવારી નીકળી હતી. પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી હતી. શ્રીજીની સવારી દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી. આ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. શ્રીજીની પાલખીયાત્રામાં પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી. પાલખીમાં બિરાજમાન શ્રીજીનું રાજમહેલમાં આગમન થયુ હતુ. દરબાર હોલ ખાતે રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કરીને સ્થાપના કરવામાં આવી હતી.
Latest Stories