/connect-gujarat/media/post_banners/ca26294319f38e28361af15b4ae2781d371f92c92621b59f9475e3d9b47dd2c1.jpg)
વડોદરા મહાનગરપાલિકાની બેધારી નીતિના પાપે સરકારી ઇમારતોના બાકી પડતા વેરાના રૂ.૩૦ કરોડ અને વીજકંપનીના રૂ. ૨.૪૬ કરોડ વર્ષોથી ભરાતા નથીત્યારે પ્રજા પર કાયદાનો દંડો વિઝતા શાશકો અને અધિકારીઓના હાથ સરકારી ઇમારતોનો વેરો વસુલ કરતા ધ્રૂજે છે તેવા સવાલ ઉભા થયા છે.
વડોદરા મહાનગરપાલિકાનો ખાડે ગયેલો વહીવટ પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યો છે. જો તમારા ઘર કે દુકાનનો મિલકત વેરો બાકી હોય તો પાલિકાના કહેવાતા જાંબાઝ અધિકારીઓ ઢોલ નગારા લઈ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વેરો વસુલ કરવા અધીરા થઈ જાય છે. પરંતુ આ જ આધિકારીઓને જ્યારે સરકારી ઇમારતોના વેરાની વસુલાત કરવાની હોય તો પાણીમાં બેસી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શહેરમાં આવેલી સરકારી ઇમારતો જેવી કે કુબેર ભવન, રેલવે, નર્મદા ભવન, પોલીસ ભવન સહિતની અન્ય સરકારી ઇમારતોના વેરા પેટે રૂ. ૩૦ કરોડ વર્ષોથી બાકી પડે છે. પ્રજાના વેરાની વસુલાત માટે બેબાકળા થતા અધિકારીઓ સરકારી ઇમારતોના વેરાની વસુલાત માટે માત્ર પત્ર લખવાની ઔપચારિકતા કરી સંતોષ માણે છે. અહીં નવાઈ ની વાતએ છે કે પ્રજાને સમયસર વેરો ભરવાની સલાહ આપતાં શાશકો તંત્રનો બચાવ કરે છે.
સરકારી ઇમારતોના ટેક્ષના રૂ.૩૦ કરોડ અને વીજકંપની ના રૂ.૨.૪૬ કરોડની રકમ વર્ષોથી વસુલ થઈ નથી તો આ માટે જવાબદાર કોણ? તો બીજીતરફ વીજકંપની તરફથી પાલિકાને વેરો ભરવાનો થતો નથી એવો જવાબ આપવામાં આવ્યો હતો. આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા અમિત ઘોટિકરે મહાનગર પાલિકાના સત્તાધીશોની નીતિનો વિરોધ કરી તાત્કાલિક ધોરણે સરકારી ઇમારતોના વેરાની કડક વસુલાત કરવાનો પક્ષ મુક્યો હતો.