/connect-gujarat/media/post_banners/73a26d8ff29e82c947770d215e510743502806e2a3d9218eadcc28149a28543f.webp)
વડોદરા: રૂ.100 કરોડની સરકારી જમીન પડાવી લેનાર કૌભાંડી સંજયસિંહ જેલમાં ધકેલાયો૧૦૦ કરોડના લેન્ડ ગ્રેબિંગ કેસના કૌભાંડી સંજયસિંહના રિમાન્ડ પુરા થતાં આજે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.પોલીસે આજે પણ કોર્પોરેશનના અધિકારીઓની પૂછપરછ જારી રાખી હતી.વાઘોડિયારોડ વિસ્તારમાં ડીમાર્ટ પાછળ રૃ.૧૦૦ કરોડની બજાર કિંમત ધરાવતી દોઢ લાખ ફુટ જેટલી સરકારી જમીન પર બોગસ દસ્તાવેજો દ્વારા ગણોતિયા તરીકે મહીજી રાઠોડનુ નામ દાખલ કરાવનાર સંજયસિંહે ખોટું પેઢીનામું બનાવી મહીજીના વારસદારોના પણ નામો દાખલ કરાવ્યા હતા અને ત્યારબાદ કોર્પોરેશનની બોગસ રજાચિઠ્ઠી બનાવી તેના પર સ્કીમો લોન્ચ કરી હતી.સંજયસિંહે આ જમીન પર બનાવેલા વ્હાઇટ હાઉસને તોડવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આરોપી સંજયસિંહ પરમારના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જેથી કોર્ટે તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડે આજે ૫૩ સબપ્લોટમાંથી ૨૭ પ્લોટ પર દસ્તાવેજો કરી આપનાર સબ રજિસ્ટ્રાર ઉપરાંત કોર્પોરેશનના ડે.ટીડીઓ,જુનિયર ક્લાર્ક વગેરેની વધુ પૂછપરછ કરી હતી.