New Update
/connect-gujarat/media/post_banners/6b5b2451b3a75ab3213f91eb66a21ea097336e82c8e32d7dcd6fdc8c17638056.jpg)
વડોદરામાં કાર્યરત બરોડા ડેરી મધ્યગુજરાતના પશુપાલકો માટે મહત્વ ધરાવે છે ત્યારે બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતિષ નિશાળીયાની વરણી કરવામાં આવી છે વડોદરામાં કાર્યરત બરોડા ડેરી મધ્યગુજરાતના પશુપાલકો માટે મહત્વ ધરાવે છે. તાજેતરમાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીના સંચાલકો દ્વારા મોટા ગોટાળા કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવતા ડેરીનું રાજકારણ ગરમાયું હતું.
વિવાદ વકરતા ડેરીના કાર્યકારી પ્રમુખ તરીકે જી. બી. સોલંકીએ રાજીનામું આપ્યું હતું. જે બાદથી બરોડા ડેરીના પ્રમુખ પદનો તાજ કોના શિરે જશે તેને લઇને અનેક અટકળો જોવા મળી હતી. જો કે, બીજી તરફ જી. બી. સોલંકીના રાજીનામાના અસરામાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. અને તેની જગ્યાએ નવા પ્રમુખ પદ પર સતીષ નિશાળીયાની નિમણુંક કરવામાં આવી હતી.