વડોદરા : બરોડા ડેરીના નવા પ્રમુખ પદે સતીશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી.બી.સોલંકીની વરણી...

પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા મેન્ડેડ લઈને આવ્યા હતા, જે તમામ ડિરેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો

New Update
વડોદરા : બરોડા ડેરીના નવા પ્રમુખ પદે સતીશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી.બી.સોલંકીની વરણી...

બરોડા ડેરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સતીશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી.બી.સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય અને મલાઈદાર ગણાતી બરોડા ડેરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાય હતી. જેમાં પ્રમુખ તરીકે સતીશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી.બી.સોલંકીની નિમણૂક કરવામાં આવી છે.

પ્રદેશ કક્ષાએથી પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા મેન્ડેડ લઈને આવ્યા હતા, જે તમામ ડિરેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, અને તેમાં સર્વાનુંમતે પ્રમુખ તરીકે સતીશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી.બી.સોલંકીના નામ પર મહોર મારવામાં આવી હતી. અગાઉ 26 જૂનના રોજ ચૂંટણી યોજાનાર હતી. પરંતુ ચૂંટણી અધિકારી જ ન આવતા આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જોકે, તે સમયે આવેલ મેન્ડેડનો વિરોધ થઈ શકે તેવી શકયતાઓ હતી, ત્યારે આજરોજ શાંતિમય રીતે સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન સૌકોઈએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.