Connect Gujarat
વડોદરા 

વડોદરા : બરોડા ડેરીના ચેરમેન પદેથી સતિષ પટેલનું રાજીનામું, કહ્યું : સી.આર.પાટીલના વિઝનને અનુરૂપ કામગીરી કરવાની ઈચ્છા

બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપતા સતિષ પટેલએ જણાવ્યુ હતું કે, ફેબ્રુઆરી 2023માં મારા પર વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી.

X

બરોડા ડેરીના ચેરમેન પદેથી સતિષ પટેલએ રાજીનામું આપી દીધું છે. તેમની પાસે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પણ પદભાર હોવાના કારણે અને તેઓ સી.આર.પાટીલના વિઝનને અનુરૂપ કામગીરી કરવા ઇચ્છતા હોવાના કારણે આમ કર્યું હોવાનું જણાવ્યું હતું.

બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપતા સતિષ પટેલએ જણાવ્યુ હતું કે, ફેબ્રુઆરી 2023માં મારા પર વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી. માર્ચમાં ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે મને પ્રમુખ તરીકેની અને જુલાઇમાં પણ મને પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી. હું મોવડી મંડળનો આભારી છું. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દો તેમ જવાબદારી નક્કી છે. મને સુચન કરવામાં આવ્યું કે, આપ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અથવા તો બરોડા ડેરીના પ્રમુખમાંથી કોઇ એક પર પસંદગી કરો. હું વર્ષોથી 1994-95 સુધી કરજણ તાલુકાના યુવા મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ વિવિધ જવાબદારી નિભાવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 18 વર્ષ સુધી સંગઠનમાં કામ કર્યું હોય, ત્યારે રાજીખુશીથી બરોડા ડેરીમાંથી પ્રમુખ પદેથી રાજુનામું આપું છું. સી.આર.પાટીલનું વિઝન છે કે, તમામ લોકસભા 5 લાખ વધુ મતથી જીતવી છે. મારા ક્ષેત્રમાં 3 લોકસભા બેઠકો આવે છે. તમામને તે રીતે જીતાડવા માટે મારા પ્રયત્નો રહેશે. લોકસભાની ચૂંટણીમાં પુરોપુરો સમય આપવા માંગુ છું. તેવા મારા 100 ટકા પ્રયત્નો રહેશે.

Next Story