વડોદરા : સયાજી હોસ્પિટલની પી.જી. હોસ્ટેલમાં મેડિકલ સ્ટુડન્ટનો આપઘાત

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

New Update

સયાજી હોસ્પિટલની પી.જી.હોસ્ટેલમાં આપઘાતની ઘટના

વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી

વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો

વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પરિવારમાં ભારે આક્રંદ

આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે કવાયત આદરી

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારમૂળ ચેન્નાઈ અને હાલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહી સયાજી હોસ્પિટલમાં એનેસ્થેસિયાના એમ.ડી. 28 વર્ષીય વિદ્યાર્થી ડો. સહાય ઝરીનનો હોસ્ટેલના રૂમમાંથી આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે પી.જી.હોસ્ટેલ સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પરિવારના સભ્યો તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતોત્યારબાદ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત હાથ ધરી હતી. 

ACP અશોક રાઠવાએ જણાવ્યુ હતું કેઆ તપાસમાં પોલીસની ટીમ આવી ત્યારે દરવાજો બંધ હતો. ત્યારબાદ તેના મિત્ર દ્વારા દરવાજો તોડવામાં આવ્યા હતો. આ વિદ્યાર્થી ગોત્રી વિસ્તારમાં તેની માતા સાથે રહે છેઅને સવારે 7 વાગ્યાની આસપાસ તે હોસ્ટેલમાં આવ્યો હતોઅને ત્યારબાદ આ પગલું ભર્યું છે. વિદ્યાર્થી પાસેથી કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. આ આપઘાત શા માટે કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Latest Stories