/connect-gujarat/media/post_banners/2be4c5ab2a0bcb39227ed85bbb4da4832bc67e39f5a56cd1d3899f8b95598e34.jpg)
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી ગત સાંજે છોટાઉદેપુર પોલીસ જાપ્તામાં રહેલ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ જતાં ચકચાર મચી છે. સમગ્ર મામલે છોટાઉદેપુર પોલીસે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, ગત રોજ છોટાઉદેપુર પોલીસ કુખ્યાત શાર્પ શૂટર એન્થોનીને લઇને વડોદરા આવી હતી. આ દરમિયાન પોલીસ અને આરોપી સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા, જ્યાં એન્થોનીને મળવા માટે 2 યુવતીઓ પણ આવી હતી. જેમાંથી એક તેની બહેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એન્થોની હોટલમાંથી બહાર આવ્યો હતો અને એક્ટિવા પર ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ પોલીસ જપ્તામાં રહેલા એન્થોનીને કેવી વીવીઆઇપી સુવિધા મળતી હતી તેના CCTV પણ બહાર આવ્યા છે. છોટાઉદેપુર પોલીસની બેદરકારીને કારણે કુખ્યાત શાર્પ શૂટર એન્થોની જાપ્તામાંથી ફરાર થઇ જતાં ચકચાર મચી છે. સમગ્ર મામલે છોટાઉદેપુર પોલીસ દ્વારા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે હાલ તો વડોદરા પોલીસની વિવિધ ટીમ એન્થોનીને શોધવા કામે લાગી છે.