Connect Gujarat
વડોદરા 

વડોદરા : હરણી તળાવ દુર્ઘટનાની તપાસ માટે SITની રચના, કંપનીના 3 ડાયરેક્ટર સહિત 6 આરોપીની ધરપકડ…

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની તટષ્ઠ તપાસ થાય તે માટે SIT ટીમની રચના કરવામાં આવી છે.

X

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી દુર્ઘટનામાં જવાબદાર 3 ડાયરેક્ટરો સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હોવાનું જણાવ્યુ હતું.

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની તટષ્ઠ તપાસ થાય તે માટે SIT ટીમની રચના કરવામાં આવી છે. હજુ પણ આ દુર્ઘટના અંગે તપાસ ચાલી રહી છે, અને પોલીસની ટીમ દ્વારા કરાર અને કાગળોની વિગતો મેળવવામાં આવી રહી છે. આ દુર્ઘટના અંગે વાત કરતા તેઓએ વધુમાં જણાવ્યું કે, જે કોઈપણ જવાબદાર હશે પછી ભલે કે, કોઈ મોટુ માથુ હશે તો પણ તેને છોડવામાં નહી આવે. પોલીસની નજરોમાં તમામ ગુનેગારો એકસમાન છે, એટલે જે કોઈપણ આરોપી સાબિત થશે તેને છોડવામાં આવશે નહી, અને તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનામાં સંડોવાયેલા અમુક આરોપીઓ બહારગામ ભાગી ગયા હોવાની માહિતી મળી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે. પરેશ શાહ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. જોકે, આ દુર્ઘટનામાં જવાબદાર કંપનીના 3 ડાયરેક્ટરો સહિત કુલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓમાંથી એકનું મૃત્યુ થયું છે, એવી માહિતી મળી છે. જેની પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં કેટલાક આરોપીઓના સરનામા પણ બદલાયા છે, જે મામલે પોલીસે નવા સરનામા પણ મેળવી લીધા છે.

Next Story