વડોદરા :આજથી SSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

45 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણરીતે પેપર લખી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પરીક્ષા સમિતિ અને જે તે કેન્દ્રના સંચાલકો દ્વારા કરવામાં આવી.

New Update
વડોદરા :આજથી SSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

એસએસસી બોર્ડની આજે પરીક્ષાનો પ્રારંભ થયો છે વડોદરાના 45 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણરીતે પેપર લખી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પરીક્ષા સમિતિ અને જે તે કેન્દ્રના સંચાલકો દ્વારા કરવામાં આવી.

વડોદરા શહેર-જિલ્લામાંથી એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે આજે પ્રથમ દિવસે ધોરણ-૧૦ના એસએસસી બોર્ડમાં ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવી છે. અંદાજે 46 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડની પરીક્ષા આપનાર છે. શાળામાં સંપૂર્ણ કોવિડ ગાઇડ લાઇનનો પાલન થાય તેની તકેદારી રાખવામાં આવી છે.વિદ્યાર્થીઓને સેનેટાઈઝર માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું.આજે શાળા સંચાલકો દ્વારા પરીક્ષાથી વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ અને ચોકલેટ આપી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સીસીટીવી કેમેરાની બાજનજર હેઠળ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની તકેદારી પરીક્ષા સમિતિ દ્વારા રાખવામાં આવી..