વડોદરા: સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નગ્રંથીથી જોડાયા, જુઓ કોની સાથે લીધા સપ્તપદીના ફેરા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. વડોદરામાં તેમના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
વડોદરા: સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નગ્રંથીથી જોડાયા, જુઓ કોની સાથે લીધા સપ્તપદીના ફેરા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. વડોદરામાં તેમના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ થઈ હતી.એ દિવસે અક્ષર પટેલનો જન્મદિવસ હતો.મેહા ડાયટિશિયન અને ન્યૂટ્રિશિનિસ્ટ છે.આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.અક્ષર-મેહાના લગ્નમાં મોહમ્મદ કેફ, જયદેવ ઉનડકટ સહિત અનેક ક્રિકેટર પણ આવ્યા હતા. અક્ષર પટેલના લગ્નમાં મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા હતા.

શાહી અંદાજમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષર પટેલના વરઘોડા અને લગ્ન પ્રસંગના વિવિડ્યો તેમજ તસ્વીરો પણ બહાર આવી છે.અક્ષરે લગ્ન માટે હાલ ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બ્રેક લીધો છે. જાડેજાને ઈજા પહોંચ્યા પછી સતત અક્ષર ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 અને વન-ડે મેચની સિરીઝ રમી હતી.

Read the Next Article

વડોદરા : આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ, યુવકે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ યુવતી પર હુમલો

વડોદરા સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો

New Update
  • આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ

  • સરકારી આરોગ્ય કેન્દ્રમાં બની ઘટના

  • ભાજપના મહિલા હોદ્દેદારના પુત્રી સાથે બની ઘટના

  • આંખમાં ભૂકી નાખી આશાવર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ

  • સાવલી પોલીસે ફરિયાદ દર્જ કરીને તપાસ કરી શરૂ 

Advertisment

વડોદરામાં આશાવર્કર બહેન પર એક નરાધમ યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો હતો.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના સાવલીમાં ધોળે દહાડે સરકારી દવાખાનામાં ઘૂસીને આશા વર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ આચરવામાં આવ્યો હતો.પીડિતા આશા વર્કર બહેને આરોપ લગાવ્યો હતો કે આરોપી તેમનો પરિચિત છે અને તેમને દુશ્મન ગણે છે. તે વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યો છે. આરોપી પાનના ગલ્લાની આડમાં બે નંબરી ધંધો ચલાવતો હોવાનો પીડિતાએ આક્ષેપ પણ કર્યો હતો.

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસીને મહિલાને માર મારીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો યુવક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઘટનામાં પીડિતાને ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પીડિતા ભાજપની મહિલા કાર્યકર્તાની દીકરી હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે પીડિતાની ફરિયાદને આધારે સાવલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment