વડોદરા : મહિલા-બાળ કલ્યાણ મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સુશાસન સપ્તાહની ઉજવણી કરાય...

વડોદરા ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા : મહિલા-બાળ કલ્યાણ મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સુશાસન સપ્તાહની ઉજવણી કરાય...

વડોદરા ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલની હાજરીમાં વડોદરા ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજવા રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહિલા સહાયક પોર્ટલ અને મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત eHRMS 2.0, ટોલ ફ્રી નંબર, સપોર્ટીંગ સુપરવિઝન મોબાઇલ એપ, માતા યશોદા એવોર્ડ પોર્ટલ અને આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યો, મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories