વડોદરા : દિવ્યાંગ ક્રિકેટરો માટે યોજાય "સ્ટેટ વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટ", બેટ્સમેન-બોલર-ફિલ્ડરો વ્હીલ ચેર રમ્યા મેચ

વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં આવેલ એમ.એસ.યુનિવર્સિટીનું પેવેલીયન આજે ચિચિયારીઓથી ગૂંજી ઉઠયું હતું. મેદાન પર ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી,

New Update
વડોદરા : દિવ્યાંગ ક્રિકેટરો માટે યોજાય "સ્ટેટ વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટ", બેટ્સમેન-બોલર-ફિલ્ડરો વ્હીલ ચેર રમ્યા મેચ

વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં આવેલ એમ.એસ.યુનિવર્સિટીનું પેવેલીયન આજે ચિચિયારીઓથી ગૂંજી ઉઠયું હતું. મેદાન પર ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, પરંતુ આ ક્રિકેટ ટુર્નામેન્ટ સામાન્ય ટૂર્નામેન્ટ ન હતી. અહીં બેટ્સમેન વ્હીલ ચેર પર હતા, તો બોલર અને ફિલ્ડરો પણ વ્હીલ ચેર પર ક્રિકેટ ટુર્નામેન્ટ રમતા જોવા મળ્યા હતા.

વડોદરામાં 3 વર્ષના અંતરાલ બાદ ફરી એક વખત આજે વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ સ્ટેટ લેવલની હતી, જેમાં વડોદરા, મહેસાણા, કચ્છ, ભાવનગરની ટીમોએ ભાગ લીધો હતો. 10 ઓવરની મેચમાં લોક આઉટ પદ્ધતિથી પરિણામ નક્કી કરવામાં આવ્યું હતું. બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 2 મેચ રમાય હતી. જેમાં ભાવનગરની એ ટીમે ભાવનગરની બી ટીમને 13 રન હરાવી હતી. ત્યારબાદ કચ્છ અને મહેસાણા વચ્ચે પણ મુકાબલો થયો હતો. જોકે, દિવ્યાંગ ક્રિકેટરો માટે યોજાયેલ સ્ટેટ વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેટ્સમેન, બોલર અને ફિલ્ડરો વ્હીલ ચેર પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી.

Latest Stories