Connect Gujarat
વડોદરા 

વડોદરા : સરકારી જમીનના લેન્ડગ્રેબિંગમાં સિટી સર્વે બેંક અધિકારી સહિત 15નાં નિવેદન લેવાયાં

વડોદરા : સરકારી જમીનના લેન્ડગ્રેબિંગમાં સિટી સર્વે બેંક અધિકારી સહિત 15નાં નિવેદન લેવાયાં
X

સરકારી જમીન પચાવી પાડવા બનાવટી દસ્તાવેજો આધારે સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં સામેલ આરોપી સંજયસિંહ બચુસિંહ પરમાર રિમાન્ડ પર છે. ત્યારે આ સંબંધમાં ડીસીબી દ્વારા 40 જણાંને નોટિસ અપાઈ હતી જે પૈકી 15 જણાંના નિવેદનો લેવાયા હતા.જેમાં પાલિકા,સીટી સર્વે અને સંબંધિત બેન્કના અધિકારીઓના જવાબ સામેલ કરાયા છે.

વીએમસી. ટી.પી. વિભાગના ડેપ્યુટી ટીડીઓ તથા જુનીયર ક્લાર્ક તથા ડ્રાફ્ટમેન નાઓને જરૂરી રેકર્ડ સાથે નિવેદનો લેવાયા હતા. ફાઇનલ પ્લોટ નં.૮૭૩ ઉપર બનાવેલી લક્ષ્મીનિવાસ હાઉસની રજા ચિઠ્ઠી બાબતે વી.એમ.સી. બાંધકામ પરવાનગી વિભાગના એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયરનું નિવેદન લેવાયું હતું. છે તથા સંજયસિંહ બચુભાઇ પરમાર નાઓએ ગ્રાહકોને વેચેલ પ્લોટના નાણાં ખેડૂતના વારસદાર શાંતાબેન બચુભાઇ રાઠોડ સાથે એચ.ડી.એફ.સી. બેન્ક તથા આઇ.ઓબી. બેન્કમાં ખાતુ ખોલી મેળવેલ હોય જેથી એચ.ડી.એફ.સી. બેન્કના મેનેજરનું નિવેદન લેવાયું હતું. ડીસીબીના એસીપી એચ.એ.રાઠોડે જણાવ્યું હતું.

ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે ‘ પાલિકાના અધિકારીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ ટીપી સ્કીમ ફાઈનલના આધારે રજા ચિઠ્ઠી અપાઈ જ નથી. કોઇ નકશા પણ મંજુર કરાયા નથી.જો કે અગાઉ પણ પાલિકાએ એવું કહ્યું હતું કે ‘ સંજય પરમારને પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી અપાઈ નથી.

Next Story