Connect Gujarat
વડોદરા 

વડોદરા : હરણીમાં મનુષ્ય સ્વરૂપી હનુમાનદાદાની અલૌકિક પ્રતિમા, મંદિરનો ઇતિહાસ નાગરખંડમાં મળી આવ્યો

આજે હનુમાન જયંતિ, વડોદરામાં બિરાજેલ ભીડભંજન હનુમાનનો અનેરો મહિમા છે .મંદિરનો ઇતિહાસ નાગરખાંડમાં લખાયેલ છે.

X

આજે હનુમાન જયંતિ વડોદરામાં બિરાજેલ ભીડભંજન હનુમાનનો અનેરો મહિમા છે .મંદિરનો ઇતિહાસ નાગરખાંડમાં લખાયેલ છે.

આજે હનુમાન જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રૂપે મંદિરોમાં હનુમાનજીની પ્રતિમા વાનર સ્વરૂપે હોય છે પરંતુ વડોદરા ખાતે ત્રેતાયુગથી હરણીમાં ભીડભંજન હનુમાનજીની મનુષ્ય સ્વરૂપની પ્રતિમા બિરાજમાન છે. આ મંદિરનો ઈતિહાસ સ્કંદ પુરાણના નાગરખંડમાં ત્રિશંકુ અને વિશ્વામિત્ર સંવાદમાં મળે છે.

હરણી હનુમાન ભીડભંજન મારુતિ મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતું કે, હરણી ભીડભંજન મંદિરની ગાથા અને મૂર્તિ ત્રેતાયુગ સમય કાલની હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. અમારા પરિવારની દશમી પેઢીને હાલમાં ભીડભંજન દાદાની સેવામાં છે. કહેવાય છે કે ભગવાન રામે હનુમાનજીને આ સ્થળે મનુષ્ય રૂપે વસવા આદેશ કર્યો હતો. જેથી અહીં માનવ મુખાકૃતિવાળા હનુમાન બિરાજે છે. હનુમાનદાદાની પ્રતિમાના દિવ્ય સ્વરૂપનો અલૌકિક દર્શન કરવા સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.

Next Story