New Update
/connect-gujarat/media/post_banners/40076d8f9d55cba60ec15177f1ebbf7796412207498e6a28b44128e04fb2addd.jpg)
વડોદરાના ખંડેરાવ ફ્રૂટ માર્કેટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં ફ્રૂટનો વેપાર કરતા વેપારીની દુકાનમાંથી 93 પેટી સફરજનની ચોરી થઈ હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
વડોદરામાં ચોરીની અનેક ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વડોદરાના ખંડેરાવ ફ્રૂટ માર્કેટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ફ્રૂટનો વેપાર કરતા વેપારીની દુકાનમાંથી 93 પેટી સફરજનની ચોરી થઈ હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આમામલે વેપારીને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે