/connect-gujarat/media/post_banners/a26f049b6050af0c096f71be26850612c92827a5524f8a22c218e0e011598e12.webp)
વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો વારંવાર પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા વારંવાર રખડતા ઢોર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. તેવામાં ગત મોડી રાત્રે એક સગર્ભા મહિલાને ગાયે ભેટી મારતા સગર્ભા મહિલાના ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના સલટવાળા વિસ્તારમાં તુલસીભાઈની ચાલમાં રહેતી એક ગર્ભવતી મહિલાને રખડતા ઢોરે ભેટી મળતા ગર્ભમાં રહેલ બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. રખડતા ઢોરના કારણે શહેરમાં કેટલાય લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, તો કોઈ વ્યક્તિએ હાથ-પગ, આંખ જેવા અંગોમાં ગંભીર ઈજાઓ પહોચી હોવાના કિસ્સા અગાઉ સામે આવેલા છે, ત્યારે ગતમોડી રાત્રે આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવતા ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે. મહાનગર સેવા સદન દ્વારા યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે રખડતા ઢોર પર નિયંત્રણ લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે ઘટનાઓ બની ચુકી છે, ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીક રખડતા ઢોરે એક વાહન ચાલકને લેતા વ્યક્તિએ જેવું ગુમાવવાનો વારો આવ્યો હતો. રખડતા ઢોરના કારણે આ પ્રકારે નાગરિકો ભોગ બને છે, અને કેટલાક નાગરિકોના મૃત્યુ પણ નિપજ્યા છે, ત્યારે ફરી આ પ્રકારની ઘટનાથી વડોદરા પાલિકા તંત્રની આંખ ખુલે છે કે કેમ તે હવે જોવું રહ્યું..!