વડોદરા : MS યુનિ.ની કોમર્સ ફેકલ્ટી-જનરલ કેટેગરીમાં 75%થી નીચે ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા વિરોધ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી.

New Update

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. તેની સામે ઇ.ડબલ્યુ.એસ સહિતની અન્ય કેટેગરીમાં 35 ટકાથી 40% ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે. જેને કારણે ગતરોજથીNSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં ગતરોજ આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરી ટપલીદાવ કર્યો હતો. જેમાં અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ 4 વિદ્યાર્થી નેતાઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. જેઓને કોર્ટમાં હાજર કરાયા બાદ જામીન મંજૂર કરાયા હતા. જોકેઆંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. જેમાંNSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. આ આંદોલનની યુનિવર્સિટી સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆત સાંભળવા બહાર આવ્યા ન હતાઅને સ્થાનિક પોલીસને આગળ કરી હતી. આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની આકરી ઝાટકણી કરી હતી. વિદ્યાર્થી આગેવાનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કેયુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના ભાઈPMO ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી તેઓની સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.