વડોદરા : MS યુનિ.ની કોમર્સ ફેકલ્ટી-જનરલ કેટેગરીમાં 75%થી નીચે ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા વિરોધ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી.

New Update

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. તેની સામે ઇ.ડબલ્યુ.એસ સહિતની અન્ય કેટેગરીમાં 35 ટકાથી 40% ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે. જેને કારણે ગતરોજથી NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં ગતરોજ આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરી ટપલીદાવ કર્યો હતો. જેમાં અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ 4 વિદ્યાર્થી નેતાઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. જેઓને કોર્ટમાં હાજર કરાયા બાદ જામીન મંજૂર કરાયા હતા. જોકેઆંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. જેમાં NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. આ આંદોલનની યુનિવર્સિટી સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆત સાંભળવા બહાર આવ્યા ન હતાઅને સ્થાનિક પોલીસને આગળ કરી હતી. આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની આકરી ઝાટકણી કરી હતી. વિદ્યાર્થી આગેવાનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કેયુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના ભાઈ PMO ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી તેઓની સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે.

#વડોદરા #મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી #વિરોધ નોંધાવ્યો #વિદ્યાર્થીઓ #કોમર્સ ફેકલ્ટી #પ્રવેશ નહીં મળતા
Here are a few more articles:
Read the Next Article