વડોદરા : H3N2ના કારણે મહિલાનું શંકાસ્પદ મોત, રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે

વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

New Update
વડોદરા : H3N2ના કારણે મહિલાનું શંકાસ્પદ મોત, રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે

વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સુરત બાદ વડોદરામાં H3N2થી મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે, ત્યારે વડોદરાની મહિલાનું ખરેખર H3N2થી મોત થયું છે કે કેમ, તે બ્લડ સેમ્પલો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી શરદી, તાવ અને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે H3N2ના કેસો પણ વધી રહ્યા છે. રાજ્યમાં અચાનક આવેલા વાતાવરણમાં પરીવર્તનથી વાયરલ ઈન્ફેક્શનમાં પણ વધારો થયો છે. રાજ્યમાં H3N2‌ વાયરસને કારણે પ્રથમ મોત નોંધાયુ હતું. વડોદરા શહેરમાં રહેતા 58 વર્ષીય મહિલાને નવો ચેપ લાગતા મોત થયુ હતું. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી, જ્યાં વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો બીજી તરફ, સ્વાઈન ફ્લૂથી મ્યૂટેટ થયેલા વાયરસથી દેશમાં ત્રીજું મોત થયું હતું. જેમાં વડોદરામાં પ્રથમ મોત થયું હતું. જોકે, આ પહેલા 2 દિવસ પૂર્વે એસએસજી હોસ્પિટલમાં ગોત્રીના યુવાનનું પણ સ્વાઈન ફ્લૂથી મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો H3N2 વાયરસના સેમ્પલોના રિપોર્ટ બાદ ડેથ રિવ્યુ કમિટી દ્વારા મોતનું કારણ બહાર પાડવામાં આવશે.

Latest Stories