વડોદરા : ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોચતા સ્વાગત કરાયું, ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ...

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વુમન્સ ક્રિકેટની 3 વન-ડે મેચની શ્રેણી માટે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update
  • વડોદરાવાસીઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ

  • કોટંબી સ્ટેડિયમ ખાતે ઈન્ટરનેશનલ ક્રિકેટનું આયોજન

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ આવી પહોચી

  • બન્ને ટીમની મહિલા ખેલાડીઓ કરવામાં આવ્યું સ્વાગત

  • 3 મેચની શ્રેણીમાં ડે-નાઈટ સહિત વન-ડે મેચ યોજાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વુમન્સ ક્રિકેટની 3 વન-ડે મેચની શ્રેણી માટે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

T-20ની શ્રેણીમાં 2-1થી ભારતીય ટીમે વિજય મેળવ્યા બાદ વડોદરાના કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનાર છેત્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. વડોદરા એરપોર્ટ ખાતે બન્ને ટીમની મહિલા ખેલાડીઓને જોવા માટે મોટી સંખ્યામાં ક્રીકેટ રસિકો એકઠા થયાં હતા. બન્ને ટીમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના પશ્ચીમ વિસ્તારની હોટલમાં લાવવામાં આવી હતી. કોટંબી સ્ટેડિયમ ખાતે બપોરે વેસ્ટ ઈન્ડિઝની ટીમજ્યારે સાંજના સમયે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરશે. વડોદરાના ક્રિકેટ રસિકો મેચને લઈ ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 3 મેચની વન-ડે શ્રેણીમાં પ્રથમ 2 મેચ તા. 22 અને 24ના રોજ ડે-નાઈટ અને ત્રીજી મેચ દિવસ દરમ્યાન રમાનાર છે.

Latest Stories