Connect Gujarat
વડોદરા 

વડોદરા : ભાયલીના પક્ષી મિત્ર બાળકોનો પર્યાવરણ પ્રેમ રંગ લાવ્યો, રાજ્યસ્તરે થયું સન્માન...

વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે.

વડોદરા : ભાયલીના પક્ષી મિત્ર બાળકોનો પર્યાવરણ પ્રેમ રંગ લાવ્યો, રાજ્યસ્તરે થયું સન્માન...
X

ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશનની આંતરરાષ્ટ્રીય ગોષ્ઠિના ઉદ્ઘઘાટન દરમિયાન વડોદરાના ભાયલીની વિદ્યાર્થીનીઓ તેમજ તેમના ગુરુનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બાળકોએ 4 વર્ષ પક્ષી મિત્ર તળાવ બચાવવા ઘણો સંઘર્ષ કર્યો છે.

વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે. પૂર્વ પત્રકાર અને પત્રકારિતા શિક્ષણકર્મી હિતાર્થ પંડ્યાના પ્રકૃતિ શિક્ષણ હેઠળ વિદ્યાર્થીઓએ ભાયલીના નાનકડા તળાવને સાચવવાના કામની સાથે અહીં આવતા વિવિધતાભર્યા પક્ષીઓની ઓળખ કેળવી છે. તેમની પ્રકૃતિ પ્રત્યેની સમર્પિતતા માટે તેમનું અને તેમના ગુરુનું આંતરરાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠિમાં રાજ્યસ્તરે સન્માન થયું છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાના હસ્તે મહાત્મા મંદિર ખાતે જળ પ્લાવિત વિસ્તારોની જાળવણી માટે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશનની આંતરરાષ્ટ્રીય ગોષ્ઠિના ઉદ્ઘઘાટન દરમ્યાન વડોદરાના ભાયલીની વિદ્યાર્થીનીઓ તેમજ તેમના ગુરુનું સન્માન કરવામાં આવ્યું હતું. વનમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરાના બાળકોએ એક નવી પહેલ કરી છે, જે બીજા શહેરોમાં ઉદાહરણ રૂપ છે, અને બાકીના શહેરોમાં પણ આવી પહેલ થવી જોઈએ. મુખ્ય વન સંરક્ષક (વાઈલ્ડ લાઈફ) સુધીર કુમાર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, જો વેટલેન્ડ માટેનો આંતરરાષ્ટ્રીય સેમિનાર બંધ હોલમાં પૂરો થઇ જશે અને તેની અસર શૂન્ય ગણાશે. ભાયલીના બાળકોની જેમ સંવાદને જળ પ્લાવિત ભૂમિ સુધી પહોંચાડવો પડશે. ગત માસ દરમિયાન ગીર ફાઉન્ડેશન તરફથી બાળકોના ગુરુ હિતાર્થ પંડ્યાને તેમના વણકરવાસ નજીક આવેલ પક્ષી મિત્ર તળાવને પુનર્જીવિત કરવા અને બચાવવાના પ્રયાસો માટે સન્માનિત કરવાનું આમંત્રણ મળ્યું હતું. પરંતુ તેમણે તેમના વિદ્યાર્થીઓને સાથે જ રાખવાની વાત કરી હતી. જે આયોજકોએ સહર્ષ સ્વીકાર કરી હતી.

Next Story