વડોદરા : હત્યા કરાયેલી હાલતમાં માંજલપુરની યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ...

20 વર્ષીય યુવતી સંદીપ મકવાણા નામના યુવક સાથે બહાર ગઈ હતી, અને પરિવારને બીજા દિવસે પાછું આવવાનું કીધું હતું.

વડોદરા : હત્યા કરાયેલી હાલતમાં માંજલપુરની યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ...
New Update

વડોદરા જિલ્લાના માંજલપુર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જોકે, પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની આશંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી નજીક રહેતી 20 વર્ષીય યુવતી સંદીપ મકવાણા નામના યુવક સાથે બહાર ગઈ હતી, અને પરિવારને બીજા દિવસે પાછું આવવાનું કીધું હતું. પરંતુ 2 દિવસ સુધી પરત ન ફરતા પરિવારજનોએ માંજલપુર પોલીસ મથકે જાણ કરી હતી.

તેમ છતાં યુવતીનો પત્તો લાગ્યો ન હતો, ત્યારે વોટ્સએપ પર ફરતા થયેલ ફોટાના આધારે પરિવારે તિલકવાડા પોલીસ મથકની હદમાં પહોંચી યુવતીનો મૃતદેહ જોઈને તેની ઓળખ કરી હતી. મૃતક યુવતીનો ડિટેઇલ પોસ્ટમોર્ટમ કરવાનો હોવાથી ધારાસભ્ય યોગેશ પટેલ અને પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી, મૃતક યુવતીનો પરિવાર સહિત માંજલપુર ગામના યુવકો એસએસજી હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા. સમગ્ર મામલે માંજલપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે વહેલી તકે હત્યારાને ઝડપી લેવા માંગ ઉઠી છે.

#ConnectGujarat #Vadodara #Vadodarapolice #Manjalpur #crime news #Vadodara Hatya News #Manjalpur Murder #Majjalpur Hatya #Vadodara Hatya Case
Here are a few more articles:
Read the Next Article