વડોદરા : શહેરની વેધશાળાને ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા ટેલિસ્કોપની ભેટ મળી,જાણો ટેલિસ્કોપની શું છે ખાસિયત .?

ફ્રાન્સની સમગ્ર વિશ્વની 10 હજારથી વધુ વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા : શહેરની વેધશાળાને ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા ટેલિસ્કોપની ભેટ મળી,જાણો ટેલિસ્કોપની શું છે ખાસિયત .?

ફ્રાન્સની સમગ્ર વિશ્વની 10 હજારથી વધુ વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની 10 વેધશાળાઓમાં ભારત વર્ષની એકમાત્ર વડોદરાની વેધશાળાનો પણ સમાવેશ થયો છે. જેને ત્રણ એસ્ટ્રોનોટ અને એક નોબલ પુરસ્કાર વિજેતાની સહી કરેલ ટેલિસ્કોપની ભેટ મળી છે.

ગત વર્ષે ઓક્ટોમ્બર માસમાં ફ્રાન્સની ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિશ્વના 60 દેશોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી એક માત્ર ભારતની ગુરુદેવ વેધશાળાનો પણ સમાવેશ થયો છે. જેને અવકાશ ક્ષેત્રમાં રિસર્ચ કરવા માટે ત્રણ એસ્ટ્રોનોટસ અને એક નોબેલ પ્રાઇઝ વિજેતાની સહી કરેલ ટેલિસ્કોપની ભેટ આપવામાં આવી છે. આ ટેલિસ્કોપ ઉપર ઈટાલીના એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટી, ફ્રાન્સના એસ્ટ્રોનોટ ક્લાઉડી હૈગનેર, અમેરિકાના એસ્ટ્રોનોમર્સ ડેબ્રા એલ્મેગ્રીન અને અમેરિકાના નોબેલ પ્રાઇઝ વિજેતા આન્દ્રેયા ગેઝના હસ્તાક્ષર કરેલ છે. જે ભારતમાં આ પ્રથમ ટેલિસ્કોપ વડોદરાની ગુરુદેવ વેધશાળાને ભેટરૂપે આપવામાં આવ્યું છે.

Latest Stories