વડોદરા : રણોલી નજીક IPCL બ્રિજની હાલત અત્યંત બિસ્માર, તંત્ર પ્રત્યે સ્થાનિકોમાં રોષ...

કેટલીક જગ્યાએ બ્રિજના સ્લેબના અમુક ભાગ પણ તૂટી રહ્યા છે. જેના કારણે અહીથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મુકાય છે

વડોદરા : રણોલી નજીક IPCL બ્રિજની હાલત અત્યંત બિસ્માર, તંત્ર પ્રત્યે સ્થાનિકોમાં રોષ...
New Update

વડોદરા શહેરના છેવાડે આવેલા રણોલી ગામમાં IPCL બ્રિજ આવેલો છે. પરંતુ ઉદાસીન તંત્રના પાપે આ બ્રિજની હાલત બિસ્માર બની છે. મહત્વની વાત તો એ છે કે, આ બ્રિજની આસપાસ અનેક સોસાયટીઓ આવેલી છે, અને સ્થાનિકો માટે બ્રિજ નીચેના રસ્તેથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોવાના કારણે આ બ્રિજ પરથી સેંકડો ભારદારી વાહનો પસાર થતા હોવાથી બ્રિજ પરથી પોપડા નીચે પડી રહ્યા છે,

તો કેટલીક જગ્યાએ બ્રિજના સ્લેબના અમુક ભાગ પણ તૂટી રહ્યા છે. જેના કારણે અહીથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મુકાય છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં સ્થાનિકો દ્વારા તંત્રને અનેકો વાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ઉદાસીન તંત્રએ કોઈ પગલાં ન લેતા સ્થાનિકો રોષે ભરાયા છે. જેના પગલે સ્થાનિક રહીશો દ્વારા સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવી વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવાની માંગ ઉઠી છે. ઉપરાંત સ્થાનિકોની સમસ્યાનું નિરાકરના નહીં આવે તો બ્રિજ પરનો રસ્તો બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

#Vadodara #VadodaraNews #Gujarati New #વડોદરા #Ranoli #IPCL #IPCL bridge #Ranoli is very bad #Vadodara Ranoli
Here are a few more articles:
Read the Next Article