Connect Gujarat
વડોદરા 

વડોદરા: કમરે બે બંદુક લટકાવીને જાહેરમાં હીરોગીરી કરતા શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

વડોદરા શહેરમાં તા.10થી 28 ફેબ્રુઆરી સુધી ગેરકાયદેસર હથિયાર રાખવા અંગેના તેમજ આ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

વડોદરા: કમરે બે બંદુક લટકાવીને જાહેરમાં હીરોગીરી કરતા શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
X

વડોદરા શહેરમાં તા.10થી 28 ફેબ્રુઆરી સુધી ગેરકાયદેસર હથિયાર રાખવા અંગેના તેમજ આ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો સતત કામગીરી કરી રહી છે. આ કામગીરી દરમિયાન વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નવાપુરા શીયાબાગ પાસેથી 2 પિસ્તોલ અને 11 કારતુસ સાથે એક ઈસમને શોધી કાઢવામાં આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર,ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે,એક ઈસમ કે જેનું નામ કૃણાલ ભુપેન્દ્રભાઈ પટેલ (રહે. નવાપુરા વડોદરા)નો પોતાના કમરના ભાગે બે અગ્નીશસ્ત્ર હથિયાર ભરાવી કારતુસ પોતાની ખીસ્સામાં રાખી વેચાણ કરવાના જઈ રહ્યો છે. હથિયાર અને કારતુસ સાથે કૃણાલ નવાપુરા શિયાબાગ ચાર રસ્તા પાસે ઉભો હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.

ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરતા એક શંકાસ્પદ ત્યાં ઉભો હોવાનું જણાતા તેની પૂછપરછ કરતા તેનું નામ કૃણાલ જણાવ્યું હતું. જેથી પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી કમરના ભાગેથી અગ્નીશસ્ત્ર હથિયાર, 2 પિસ્તોલ અને પેન્ટના ખિસ્સામાંથી 11 કારતુસ, 1 ફુટેલો કારતુસ સહિત 3 ખાલી કેસીસ મળી આવી હતી. જેથી પોલીસે કૃણાલ પાસે આ તમામના લાયસન્સ અને પરવાના અંગે પૂછતા લાયસન્સ કે પરવાનો નહિ હોવાનું જણાવ્યું હતું.જે બાદ પોલીસે કૃણાલની કડકાઈથી પૂછપરછ કરતા આ તમામ અગ્નિશસ્ત્રો નિકુંજ વરસડા(રહે. શક્તિકૃપા સોસાયટી, નવાપુરા વડોદરા)નો આપી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ કબ્જે કરી નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા તપાસ કરતા આરોપી કૃણાલ ઉર્ફે આત્તુ ભુપેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.28.રહે. નિકુંજ એપાર્ટમેન્ટ, કિષ્ના સિનેમાની પાસે,નવાપુરા,વડોદરા) પાસેથી 2 પિસ્તોલ અને 11 કારતુસ મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપી પાસે રહેલ મળેલા હથિયાર સહિત કુલ. રૂ.35,000/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં બીજી તરફ આરોપી દ્વારા આ તમામ મુદ્દામાલ નિકુંજ વરસડા(રહે. શક્તિકૃપા સોસાયટી, નવાપુરા,વડોદરા)નો હોવાંનું જણાવતા પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

Next Story