Connect Gujarat
વડોદરા 

વડોદરા : મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર દીકરીનું જીવતે જીવ બેસણું, જુઓ શું કહી રહ્યા છે દીકરીના માતા-પિતા..!

પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા-પિતા માટે મૃત્યુ પામી અને માતા પિતાએ દીકરીનું જીવતે જીવ બેસણું અને શોકસભા પણ યોજી નાખી.

X

પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા-પિતા માટે મૃત્યુ પામી અને માતા પિતાએ દીકરીનું જીવતે જીવ બેસણું અને શોકસભા પણ યોજી નાખી. આ કોઈ ટીવી સિરિયલ કે, નાટકની સ્ક્રીપ્ટ નથી. પરંતુ કિસ્સો છે, વડોદરા જિલ્લાના એક નાનકડા ગામ લીલોરાનો, જ્યાં વ્હાલસોયી દીકરીએ પોતાની મરજીથી લગ્ન કરી લેતા માતા-પિતાએ બેસણું યોજી સમાજને એકત્રિત કર્યો હતો.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નાનકડા લીલોરા ગામ ખાતે રહેતા હસમુખ વાળંદને 2 સંતાનો છે. જેમાં મોટી દીકરી હાલ બી.કોમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. આ દીકરીએ ગત તા. 12 ઓક્ટોબરના રોજ માતા-પિતાની મરજી વિરુદ્ધ ગામના જ ઋત્વિક ભાલીયા નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. અને તેની જાણ અર્પિતાના પિતાને 10 દિવસ બાદ એટલે કે, તા. 22 ઓક્ટોબરના રોજ તેઓના મોબાઈલ ઉપર મેસેજ દ્વારા કરવામાં આવી હતી. દીકરીએ પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરી લેતા માતા-પિતા મનોમન તૂટી ગયા હતા, અને જે દીકરીને 20 વર્ષ સુધી પેટે પાટા બાંધીને મોટી કરી તે દીકરીએ માતા-પિતાની જાણ બહાર મોટું પગલું ઉઠાવી લીધું. જેના કારણે તેના માતા-પિતા શોકમાં ગરક થઇ ગયા હતા.

જોકે, પોતાનું ધારેલું કરનાર દીકરી પરિવારજનોના પોતાનામાં સદાય માટે મૃત્યુ પામી છે, તેમ જાણી લઈને પિતાએ દીકરીનું જીવતે જીવ બેસણું રાખ્યું હતું. સમાજના તેમજ પરિવારના લોકોને આ શોકસભામાં બોલાવ્યા હતા. પોતાની દીકરીના નામ આગળ સ્વ. લગાવી તે મૃત્યુ પામી છે, તેવું બેનર છપાવી, પિતાએ માથે મુંડન પણ કરાવ્યું હતું. તેઓની દીકરી સાથે હવે કોઈ લેવા દેવા નથી અને તેઓની વ્હાલસોયી દીકરી તેઓ માટે સદાય માટે મૃત્યુ પામી છે, તેવું સમાજમાં જણાવ્યું હતું.

Next Story