વડોદરા : સરસ્વતી કોમ્પ્લેક્સ સેવાસદન ગાર્ડનની સામે ઓરડીમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર...

સરસ્વતી કોમ્પ્લેક્સ સેવાસદન ગાર્ડનની સામે ઓરડીમાં યુવકની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી

New Update
વડોદરા : સરસ્વતી કોમ્પ્લેક્સ સેવાસદન ગાર્ડનની સામે ઓરડીમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર...

વડોદરાના માંજલપુર વિસ્તાર ખાતે આવેલ સરસ્વતી કોમ્પ્લેક્સ સેવાસદન ગાર્ડનની સામે ઓરડીમાં યુવકની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, જ્યારે ઘટનાની જાણ પોલીસને થતાં ગણતરીની કલાકોમાં જ હત્યારાની પોલીસ દ્વ્રારા ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વડોદરા સરસ્વતી કોમ્પલેક્ષ ચાર રસ્તા સામે સેવાસદનના બગીચાની ઓરડીમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ માંજલપુર પોલીસને થતા તેઓ મુસ્તાક તથા ડીસીપી ઝોન 3 ના અધિકારી લીના પાટીલ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો. ત્યારે હત્યારાએ પોલીસને સમગ્ર વિગતો જણાવી હતી. જેમાં હત્યારાએ જણાવ્યુ હતું કે મૃત યુવકનું નામ તેજલ છે જે 22 વર્ષનો અને મૂળ આસામનો રહેવાસી હતો, જે ગ્લોબલ સનસાઈન હોસ્પિટલમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો, જ્યારે તે પોતે પણ તેના જ ગામનો સેફુલ ઇસ્લામ તેની સાથે જ ગ્લોબલ સનશાઈન હોસ્પિટલમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો, કામ પ્રત્યે ઈર્ષાના કારણે સેફુલ ઇસ્લામે તેની સાથે કામ કરતાં તેજલનું મર્ડર કર્યું હોવાની કબૂલાત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે મર્ડર કરનાર સેફુલ ઇસ્લામને ઝડપી પાડી વધુ તજવીજ હાથ ઘરી છે.

Read the Next Article

વડોદરા : ડભોઇના સીમળીયા નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારનો અકસ્માત, 2 મિત્રોના ઘટનાસ્થળે મોત…

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા

New Update
  • ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીકની ઘટના

  • મિત્રો સાથે ચા-નાસ્તો કરી પરત ફરતા અકસ્માત

  • કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના મોત થયા

  • ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા

  • ગોઝારા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો

Advertisment
1/38

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાજ્યારે ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારવડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સંખેડા નજીક બહાદરપુરમાં રાત્રે ફટાકડા ફોડીને ડભોઇ ચા-નાસ્તો કરવા ગયેલા 7 મિત્રો પરત બહાદરપુર જતા હતાત્યારે ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા તેમની કાર ઝાડ અને થાંભલા સાથે અથડાય હતી. ત્યારબાદ રોડ નજીકની કાંસમાં કાર પલટી મારતા વડોદરા-વાઘોડિયા રોડના એક યુવાન તેમજ તેના મિત્ર મળી 2 યુવાનોના કરૃણ મોત નિપજ્યા હતાંજ્યારે અન્ય 5 મિત્રોને નાની મોટી ઇજા થઇ હતી. જેમાં પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો ભયંકર હતો કેકારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સમગ્ર બનાવને લઈ ડભોઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફદિવાળીની રાત્રે અકસ્માતમાં 2 પરિવારોના દીપ બુઝાતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Latest Stories