/connect-gujarat/media/post_banners/b45080c64fe31b7509b115370932793a507a9b9df1ab9c118e5c66760538966b.webp)
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સ્પા સેન્ટરના સંચાલકે નોકરી માટે એક યુવતીને વડોદરા બોલાવ્યા બાદ રાત્રે તેના પર બળાત્કાર ગુજારતા પોલીસે સંચાલક અને 2 મેનેજરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, થોડા દિવસો પૂર્વે જ અમદાવાદમાં સ્પા સંચાલકે નોર્થ ઇસ્ટની યુવતીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રીએ સ્પા સંચાલકો સામે લાલ આંખ દાખવતા પોલીસ એક્શન મોડમાં આવી છે.
નાગાલેન્ડની યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તે હાલ સુરત ખાતે તેના ફિયાન્સ સાથે રહે છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા કિંગ થાઇ સ્પા સેન્ટરમાં નોકરી માટે જાહેરાત આવી હોવાથી સ્પા સંચાલકનો સંપર્ક કર્યો હતો. બે દિવસ પહેલા તે વડોદરા આવી સ્પા સેન્ટરના સંચાલક પૃથ્વીસિંહ રાણાને મળી હતી. સંચાલકે તેને રહેવા માટે સ્પા સેન્ટરનો એક રૂમ પણ આપ્યો હતો. અને કામ જોઇને પછી પગાર આપવાનુ નક્કી કર્યું હતું. ગત તા. 1 ઓક્ટોબરના રોજ પીડિતા નોકરી લાહી હતી, જે બાદ બીજી દિવસ મધરાતે તે રૂમમાં હતી, ત્યારે તેને ભૂખ લાગતા મેનેજરને મેસેજ થકી જાણ કરી કે તે જમવાનું આપી જાય.
થોડીવારમાં મેનેજર વિજય સોલંકી અને મિત પરમાર આવ્યા હતા, અને તેમની સાથે સ્પાનો સંચાલક પૃથ્વીસિંહ પણ આવ્યો હતો. પૃથ્વીએ બળબજરી કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે ત્યાં હાજર બન્ને મેનેજરે દરવાજો બંધ કરી દીધો હતો. પૃથ્વીસિહ ત્યારબાદ બીજા રૂમમાં લઈ ગયો હતો, અને ત્યાં પણ બન્ને મેનેર જ્યારે દરવાજો બંધ કર્યો હતો, તેમજ પૃથ્વીએ બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પીડિતાએ તેના ફિયાન્સને જાણ કરતા તેણે પોલીસને જાણ કરી હતી. સયાજીગંજ પોલીસે સ્પા સેન્ટરના સંચાલક પૃથ્વીસિંહ ઘનશ્યામસિંહ રાણા, વિજય ચંદુભાઈ સોલંકી, મિત યોગેશભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.