Connect Gujarat
વડોદરા 

વડોદરા : ધોરણ 12 સાયન્સના 6535 વિદ્યાર્થીનું પરિણામ 69.03 ટકા જાહેર થયું

આજરોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું, વડોદરાનું પરિણામ 69.03 ટકા જાહેર થયું

X

આજરોજ ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે વડોદરાનું રિઝલ્ટ 69.03 ટકા આવ્યું છે.

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું. તેમાં પણ 2021 માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. 2021માં ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે ઓફલાઈન પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ માત્ર 33 દિવસમાં તૈયાર કરાયું છે. શૈક્ષણિક વર્ષ 2021-22માં વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 12 સાયન્સના 6535 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

પરંતુ આ વર્ષે ધો.12 સાયન્સમાં વડોદરાનું પરિણામ સારૂ આવ્યું નથી. મહત્વનું છે કે માત્ર 6 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ મળ્યો છે. આ ઉપરાંત 182 વિદ્યાર્થીને A-2 ગ્રેડ મળ્યો છે.વડોદરાની વાત કરીએ તો શહેરના ફતેગંજ કેન્દ્રનું ધો.12 સાયન્સનું પરિણામ સૌથી વધુ 75.17 ટકા આવ્યું છે. જે બાદ સયાજીગંજનું 71.35 ટકા, માંજલપુર કેન્દ્રનું 71.18 ટકા, અટલાદરા કેન્દ્રનું 70.01 ટકા, સમા કેન્દ્રનું 69.52 ટકા, ઈન્દ્રપુરી કેન્દ્રનું 65.54 ટકા, રાવપુરા કેન્દ્રનું 63.45 ટકા, માંડવી કેન્દ્રનું 56.91 ટકા, જ્યારે ડભોઈનું માત્ર 55.48 ટકા પરિણામ આવ્યું છે.

Next Story