વડોદરા : માંડવી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

માંડવી વિસ્તારમાં ઘડિયાળી પોળમાં મધરાતે તસ્કરોએ ત્રાટકી એક દુકાનમાં હાથફેરો કરી નાસી છુટતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

New Update
વડોદરા : માંડવી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

વડોદરા શહેરનાં માંડવી વિસ્તારમાં ઘડિયાળી પોળમાં મધરાતે તસ્કરોએ ત્રાટકી એક દુકાનમાં હાથફેરો કરી નાસી છુટતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે 3 તસ્કરોએ અંધારાનો લાભ ઉઠાવી એક દુકાનને નિશાન બનાવી હતી. ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વડોદરા શહેરનાં માંડવી વિસ્તારમાં આવેલ ઘડિયાળી પોલમાં એક કંગન સ્ટોરનાં શટરનાં તાળાં તોડી 3 જેટલા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઇકો કારમાં આવેલ ત્રણેય તસ્કરો દુકાનમા લાગેલ સીસીટીવીમાં ઝડપાય ગયા હતા. કોઈપણ પ્રકારનાં ભય વગર તસ્કરોએ દુકાનમા હાથફેરો કરી લાખો રૂપિયાની ચોરી કરી નાસી છૂટયા હતા. ઘટનાની સમગ્ર વારદાત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વાડી પોલીસ મથકમાં ઘટના અંગે ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે પુરાવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.