Connect Gujarat
વડોદરા 

વડોદરા: કમાટી બાગમાં ત્રિ-દિવસીય બાળમેળાનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલના હસ્તે થયું ઉદ્ઘાટન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મો બાળમેળો સયાજી કાર્નિવલ આજથી ત્રણ દિવસ સુધી કમાટીબાગ ખાતે સી.એમ.ભુપેન્દ્રના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો

વડોદરા: કમાટી બાગમાં ત્રિ-દિવસીય બાળમેળાનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલના હસ્તે થયું ઉદ્ઘાટન
X

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મો બાળમેળો સયાજી કાર્નિવલ આજથી ત્રણ દિવસ સુધી કમાટીબાગ ખાતે સી.એમ.ભુપેન્દ્રના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

બાળમેળાની પૂર્વ તૈયારીરૂપે અને નગરજનોને બાળમેળો નિહાળવા આવવા આમંત્રિત કરવા તારીખ 26મી સાંજે સયાજી રેલી ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો જોડાયા હતા. આ રેલી કાલાઘોડા ખાતે સમાપ્ત થઈ હતી. બાળમેળામાં શિક્ષણ સમિતિની 90 બાલ વાડીમાં થ્રીડી વર્ચ્યુઅલ રિયાલિટી થી અભ્યાસ કરતા પ્રોજેક્ટનું મુખ્ય પ્રધાન ઉદઘાટન મુખ્યમંત્રીએ કર્યું હતું. આ માટે તેમણે બાળકોને કીટ એનાયત કરી હતી.

બાળમેળામાં 40 પ્રોજેક્ટ રજૂ થયા છે અને 120 સાંસ્કૃતિક કૃતિઓ જોવા મળશે. આ વખતે બાળ મેળાનું આયોજન જી20 ના વસુદેવ કુટુંબકમ થીમ આધારિત કરાયું છે. જેને આવકારતા મુખ્યપ્રધાને કહ્યું હતું કે આપણો દેશ સંસ્કૃતિ, ધર્મ, જાતિ, ભાષા, ખાનપાન, પહેરવેશ વગેરેમાં વિવિધતા વચ્ચે એકતા વાળો છે. છતાં વિવિધતા સ્વીકારીને વસુદેવ કુટુંબકમની ભાવના રાખીએ છીએ તેની ઉજવણી કરીએ છીએ. સયાજી કાર્નિવલ સંસ્કૃતિ, કળા વગેરેને પ્રદર્શિત કરતો મંચ છે. જી20 ના 200 કાર્યક્રમ દેશભરમાં થવાના છે, જેમાંથી 15 ગુજરાતમાં યોજવાના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શિક્ષકો વિદ્યાર્થીઓ પર ખૂબ ધ્યાન આપે છે અને દરકાર રાખીને કામ કરે છે.

Next Story