Connect Gujarat
વડોદરા 

વડોદરા : ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં મનપાનું ચેકિંગ, પૃથ્થકરણ અર્થે સેમ્પલને લેબ મોકલ્યા...

શિયાળાની ઋતુ અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.

X

શિયાળાની ઋતુ અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નમૂનાનું ટેસ્ટીંગ, અખાદ્ય તેલ અને સિન્થેટિક કલરનો નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં ક્રિસમસ, શિયાળાની ઋતુ તેમજ મકરસક્રાંતીને ધ્યાનમાં રાખી જાહેર જનતાના આરોગ્યની સુખાકારી માટે વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેક, પેસ્ટ્રી, ક્રીમ રોલ, મેથીના લાડુ, ડ્રાય ફ્રુટ લાડુ, સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, જાયફળ, જાવંતરી, વિવિધ ચીક્કીઓ, સીંગ ચીક્કી, માવા ચીક્કી, તલ ચીક્કી, ઉંધીયુ, જલેબી, મલબારી ઝીણી સેવ, મસાલા તેમજ રો-મટેરીયલ્સ જેવા કે ગોળ, તેલ, બેસન, ઘી, વિગેરેનું આકસ્મીક ચેકીંગ કરી સેમ્પલ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. ૧૭-મેનુફેકચરીંગ યુનીટો તેમજ ૬૮-દુકાનો, સહિતના સ્થળોએ સઘન ચેકીંગની કામગીરી કરી કુલ ૧૮૫- નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા પણ શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં સ્થળ પરજ ફુડ ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાં દુધ અને દુધની બનાવટો, તેલ, પ્રીપેર્ડ ફુડ, ચટણી, મસાલા, તેજાના, અનાજ , કઠોળ, ઘી, માવો આઇસક્રીમ, ચા, કોફી, મધ, ખાંડ, ગોળ વિગેરેનાં ૩૨૪-નમુનાનું સ્થળ પરજ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૦-લિટર અખાધ તેલ ટી.પી.સી. વેલ્યુ વધુ હોવાથી તેમજ ૨-લિટર સિન્થેટીક ફુડ કલરનો પણ સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો હતો.

Next Story