Connect Gujarat
વડોદરા 

વડોદરા:PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ,આરોપીની ધરપકડ

ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચએ વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું છે

X

PMO ઓફિસમાં અધિકારી તરીકેની ઓળખ આપી પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં મિત્રના બે સંતાનોના એડમિશન કરાવ્યા બાદ ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી અપાવવાનું જણાવી નાણાં પડાવવાનો કારસો રચનાર વડોદરાના MCA થયેલા ભેજાબાજ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.

વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચએ વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું છે કે, અમારી સ્કુલ સી.બી.એસ.ઈ પ્રકારની માન્યતા ધરાવે છે.અમારી સ્કુલના ટ્રસ્ટી તરીકે પારુલ યુનિવર્સિટીના MD ડો. દેવાશુ પટેલ તથા ડો. ગીતીકા પટેલ છે. વર્ષ 2022 ના માર્ચ મહિનામાં અમારી સ્કૂલમાં એડમીશનની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન ભેજાબાજ મયંક તિવારી નામના માણસે પોતાની ઓળખ ડાયરેકટર વ્યુહાત્મક સલાહકાર PMO ઓફીસ તરીકે આપી તેઓના ફેમીલી મિત્રના દિકરાઓના એડમીશન માટે સંપર્ક કર્યો હતો. જેથી અમારા ડાયરેકટર સાહેબ તેઓને સ્કૂલના ટ્રસ્ટ્રી દેવાશું પટેલને પારૂલ કોલેજ લીમડા વાઘોડીયા ખાતે મળવા જણાવ્યુ હતુ.ઠગ મયંક તિવારીની મોટી મોટી વાતો સાભળી ડો. ગીતીકા પટેલ પણ પ્રભાવિત થઇ ગયા હતાં. અને પોતાના ટ્રસ્ટની વડોદરા નિઝામપુરામા આવેલી ન્યુરા સેકેન્ડરી સ્કૂલમાં તેમના આર્મીમેન મિત્રના બે સંતાનોને ધોરણ 4 અને 5 માં એડમિશન અપાવી દીધું હતું. ભેજાબાજ મયંક તિવારીએ મિત્ર મીરઝા જાહીદ બેગ જે ભારતીય આર્મીમાં નોકરી કરે છે અને તેમની પત્ની ડો. રજની યાદવ બેગ વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ મયંક તિવારી સામે છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story