વડોદરા: પ્લાયવુડ ભરેલી ટ્રક પલટી, ઓઇલ લીક થવાના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ

વડોદરા શહેરના છેવાડે કપૂરાઈ ચાર રસ્તા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર પ્લાયવુડ લઈને જતી ટ્રક પલટી ખાઈ ગઈ હતી

વડોદરા: પ્લાયવુડ ભરેલી ટ્રક પલટી, ઓઇલ લીક થવાના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ
New Update

વડોદરા નજીક ક્પુરાઈ ચોકડી પાસે ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા

વડોદરા શહેરના છેવાડે કપૂરાઈ ચાર રસ્તા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર પ્લાયવુડ લઈને જતી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાવાના કારણે આખો રોડ બ્લોક થઈ ગયો હતો. પરિણામે અમદાવાદથી સુરત તરફ જતા વાહન વ્યવહાર ઉપર અસર પહોંચી હતી. અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રક પલટી ખાવાના કારણે ઓઈલ પણ રોડ ઉપર ઢોળાઈ ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટ્રાફિક વ્યવહાર ખોવાઈ જવાના કારણે વાહન ચાલકોને કલાકો સુધી રોડ ઉપર ફસાઈ જવું પડ્યું હતું. ટ્રક પલટી જવાના ના કારણે રોડ ઉપર ઢોળાયેલા ઓઇલના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. હાઇવે ટુ હાઇવે નોકરી-ધંધાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. લગભગ એક કલાક સુધી હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

#Connect Gujarat #BeyondJustNews #Vadodara #Traffic jam #truck loaded #overturns #plywood #oil leak
Here are a few more articles:
Read the Next Article