Connect Gujarat
વડોદરા 

વડોદરા : બે દિવસીય મેકર્સ ફેસ્ટનો પ્રારંભ, "મેકર્સ"ની કળાએ કર્યા સૌને અભિભુત

વડોદરાના શકિત ગ્રીન્સ ખાતે બે દિવસીય મેકર્સ ફેસ્ટનો રવિવારના રોજથી પ્રારંભ થયો..

X

વડોદરાના શકિત ગ્રીન્સ ખાતે બે દિવસીય મેકર્સ ફેસ્ટનો રવિવારના રોજથી પ્રારંભ થયો.. કંઇક નવું કરવા માંગતા યુવાઓને એક પ્લેટફોર્મ પુરૂ પાડતાં મેકર્સ ફેસ્ટમાં વિવિધ ક્ષેત્રના 60 જેટલા મેકર્સ ભાગ લઇ રહયાં છે..

આપણામાં રહેલી ગર્ભિત શકિતઓ કે કળાને બહાર લાવવા માટે શાળાકાળમાં વિજ્ઞાન મેળા, ગણિત વિજ્ઞાન પ્રદર્શન વગેરેનું આયોજન કરવામાં આવતું હતું અને અત્યારે પણ થાય છે. સમયની સાથે ટેકનોલોજી બદલાય ચુકી છે અને દરેક ક્ષેત્રમાં નવીનતા આવી રહી છે અને યુવાઓ પણ કઇ નવું કરવા માંગતા હોય છે. યુવાઓએ કરેલી કઇ નવીન કામગીરી, નવીન પ્રોજેકટ કે અન્ય આઇડીયા લોકો સુધી પહોંચે તે માટે વડોદરામાં મેકર્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે..

વડોદરા શહેરના શકિત ગ્રીન્સ ખાતે રવિવારના રોજથી મેકર્સ ફેસ્ટનો પ્રારંભ થઇ ચુકયો છે. પ્રથમ દિવસથી લોકો વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઇ રહયાં છે. મુલાકાતીઓનો ધસારો જોઇને મેકર્સની સાથે સાથે આયોજકોનો ઉત્સાહ પણ વધ્યો છે. અનોખી નાયકે મેકર્સ ફેસ્ટના આયોજનનો ઉદ્દેશ સમજાવ્યો હતો.

યુવાવર્ગને પ્રોત્સાહિત કરવા માટે આયોજીત મેકર્સ ફેસ્ટમાં 60થી વધારે મેકર્સ ભાગ લઇ રહયાં છે. વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઇ લોકો અવનવી જાણકારીઓ મેળવી રહયાં છે. અગાઉ મેકર્સ ફેસ્ટમાં વિજેતા બનેલાંઓ માટે આર્થિક મદદ માટેના દ્વાર પણ ખુલ્યાં છે.

વડોદરાના મેકર્સ ફેસ્ટમાં અનેક પ્રોજેકટ રજુ કરવામાં આવી રહયાં છે. વડોદરાના તબીબ સુધીર જોષીએ જણાવ્યું હતું કે, ફેસ્ટમાં 60 કરતાં વધારે પ્રોજેકટ જોવા મળી રહયાં છે અને તેમાંથી કેટલાય પ્રોજેકટ એવા છે કે જે દેશના અર્થતંત્રને મજબુત બનાવવામાં બહુ ઉપયોગી સાબિત થઇ શકે છે.

Next Story