/connect-gujarat/media/post_banners/67f9b1cde6938cbeede61314f112c1af8c1ad5b5d1e488ffcf01e72c99a66b87.webp)
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનની સી ટીમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જાગૃતિબેન ભરતભાઇ તથા મિત્તલબેન કાંતીલાલને વડોદરાના પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા કોપ ઓફ ધ મન્થ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. બંનેએ છેલ્લા એક વર્ષમાં 22 સફળ ટપોરી ડિકોઇ કરી મહિલાઓની છેડતી કરનાર ટપોરીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરની શી ટીમ દ્વારા એક વર્ષમાં 94 સફળ ડિકોઇ કરી કુલ 116 ટપોરીઓને ઝડપી લીધા છે.વિશ્વ શતરંજ સંઘ દ્વારા પ્રમાણિત તથા ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન નાં નેજા હેઠળ દિવ્યમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સૂર્યા ટ્રોફી ઓલ ઇન્ડિયા ઓપન ફિડે રેટેડ ચેસ ટુર્નામેન્ટ તા.27 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી સયાજીગંજ ખાતે આવેલી ટુ સ્ટાર હોટેલ સૂર્યા ખાતે આયોજિત થઈ હતી.