/connect-gujarat/media/post_banners/612bf97829b9647202243d9677b02ec2c35c43555f21c2c93e12369cb6ab4b40.jpg)
કલાનગરી વડોદરામાં 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત આજથી જિમ્નેસ્ટિક્સની વિવિધ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દેશના વિવિધ રાજ્યોના 174 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
ગુજરાત પ્રથમ વખત ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે અને વડોદરાને ૩૦મી સપ્ટેમ્બરથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપનું યજમાનપદ આપવામા આવ્યુ છે. વિવિધ રાજ્યોની ટીમો શહેરમાં આવી ગઇ છે અને ટુર્નામેન્ટ પહેલા આજે તમામ ખેલાડીઓ પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયા હતા આ ટૂર્નામેન્ટમાં વિવિધ રાજ્યોના કુલ ૧૭૪ ખેલાડીઓ સ્પર્ધામાં ઉતરી રહ્યા છે.ગુજરાત ઉપરાંત દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ , પંજાબ, તથા કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા બે ખેલાડીઓ આ નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટમા ભાગ લઇ રહ્યા છે તો આ સ્પર્ધામાં જિમ્નેસ્ટિકના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પ્રણતિ નાયક (પશ્ચિમ બંગાળ), રાકેશ પાત્રા (ઓડિશા), આદિત્ય રાણા (યુપી) અને ધન બહાદુર (ચંદીગઢ) જેવા ખેલાડીઓ આકર્ષણનુ કેન્દ્ર બનશે.