/connect-gujarat/media/post_banners/bce7d07964eab93c7126357c76d2fa0f504c5121dd2ce1b865df218ee5bf90c6.jpg)
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ છાણી ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રિમંત્રી પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ છાણી ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિન્કી સોની, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.