વડોદરા : 4 વર્ષીય બાળકની અનોખી સિદ્ધિ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન...

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતો ૪ વર્ષીય બાળક ગણતરીની મિનિટોમાં 50 દેશોના રાષ્ટ્રધ્વજ સહિત કોયડા ઉકેલી બતાવે છે

વડોદરા : 4 વર્ષીય બાળકની અનોખી સિદ્ધિ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન...
New Update

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતો ૪ વર્ષીય બાળક ગણતરીની મિનિટોમાં 50 દેશોના રાષ્ટ્રધ્વજ સહિત કોયડા ઉકેલી બતાવે છે, ત્યારે આ બાળકની અનોખી સિદ્ધિ બદલ તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

હરણી વિસ્તારમાં રહેતાં 4 વર્ષીય રેયાન શાહને પોતાની અનોખી કોઠાસૂઝ માટે ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આટલી નાની વયે તેણે ખૂબ મોટી સિદ્ધિ મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે. જે વિશે તેના પિતા મૃગેન શાહે કહ્યું હતું કે, રેયાન બાળપણથી જ ખૂબ હોશિયાર છે. તેણે ગણતરીની મિનિટોમાં જ ઈન્ડિયા મેપ પઝલ, વિવિધ રાજ્યોના નામ, વર્લ્ડ પઝલ મેપમાં 75 દેશોના નામ ગણતરીના સમયમાં ઓળખી બતાવ્યાં હતા.

જોકે, આ સિવાય રેયાન 3 સંસ્કૃત શ્લોક, ઈન્ડિયાના રાજ્યોના કેપિટલ શહેરોના નામો, 50 દેશોના રાષ્ટ્રધ્વજની ઓળખ, બેનો ઘડિયો, 18 ફુલો, 20 દેશોના મહાનુભાવોના નામ, 20 જળીય પ્રાણીયોના નામ, 8 ગ્રહોના નામ સહિત સામાન્યજ્ઞાનને લગતાં કોયડાં ઉકેલ્યાં હતા. આટલી નાની વયે તેની કુનેહને બિરદાવી તેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે આ સિદ્ધિ પાછળ તેની માતાની અથાગ મહેનત છે. તેની માતા તેને દરરોજ સામાન્ય જ્ઞાનને લગતી વિવિધ ગેમ્સ અને પઝલ સોલ્વ કરાવે છે. તે સિવાય તે મોબાઈલમાં પણ આ પ્રકારના વિડિયો જોવાં ટેવાયેલો છે.

#Unique achievement #records #India Book of Records #place #Reyan Shah #BeyondJustNews #Connect Gujarat #old child #Vadodara
Here are a few more articles:
Read the Next Article