New Update
વડોદરાના પૂર અસરગ્રસ્તોમાં સરકાર સામે ભારે રોષ
ધારાસભ્ય મનીષા વકીલનો સ્થાનિકોએ કર્યો ઘેરાવો
વિધાનસભાના દંડક બાળુ શુક્લાનો પણ સમા વિસ્તારમાં વિરોધ
ભાજપ શહેર પ્રમુખ વિજય શાહ સામે પણ લોકોમાં રોષ
ઉગ્ર વિરોધના પગલે નેતાઓએ પરત ફરવું પડ્યું
વડોદરામાં વિશ્વામિત્રી નદીના ઘોડાપૂરે સમગ્ર શહેરને બાનમાં લીધું હતું,જેના કારણે શહેરમાં ઠેરઠેર પૂરના પાણીએ જમાવટ કરી હતી,ત્યારે પૂરના પાણી ઓસરતા ભાજપના નેતાઓ પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે ગયા હતા,પરંતુ તેઓ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા.
વડોદરાને સંસ્કારી નગરીનું ઉપનામ પણ આપવામાં આવ્યું છે,આ શહેરનો મોટાભાગનો વિસ્તાર વિશ્વામિત્રી નદીના પૂરમાં ગરકાવ થઈ જતા ટાપુ સમાન બની ગયો હતો.વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઉતરવાની શરૂઆત થતાં વડોદરામાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.ત્યારે હરણી મોટનાથ વિસ્તારના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચેલા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
તો બીજી તરફ વડોદરાના સમા વિસ્તારમાં અજિતા નગર ખાતે વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુકલા અને શહેર પ્રમુખ વિજય શાહ પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા,પૂર થી સર્જાયેલી તારાજી અંગેનો કોઈ ચિત્તાર મેળવે તે અગાઉ સ્થાનિકોનો ઉગ્ર રોષ પારખીને બંને નેતાઓએ પરત જતા રહેવું પડ્યું હતું,આમ વડોદરામાં પૂર અસરગ્રસ્ત સ્થાનિકોના રોષનો ભોગ હવે નેતાઓ બની રહ્યા છે.
Latest Stories