Connect Gujarat
વડોદરા 

વડોદરા : સંદેશખાલીમાં મહિલા અત્યાચાર મામલે MSU ખાતે ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન...

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

X

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ ઉપર શાહબાઝ શેખ કે, જેઓ મમતા બેનરજીની પાર્ટીના નેતા છે. તેઓ દ્વારા મહિલાઓ અને અસંખ્ય લોકો ઉપર કરવામાં આવેલા અત્યાચારના મામલે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે, ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દ્વારા વિરોધ પ્રદર્શન યોજી પૂતળા દહન કરવામાં આવ્યું હતું. ABVPના કાર્યકરોએ હાથમાં બેનર પોસ્ટર સાથે મમતા બેનર્જી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Next Story