Connect Gujarat
વડોદરા 

વડોદરા : વોર્ડ નં. 13માં દુર્ગંધયુક્ત જીવાતવાળું પાણી આવતા સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ..!

ભર ઉનાળામાં જ વોર્ડ નં. 13માં પ્રેશર સાથે ગંદુ, દુર્ગંધયુક્ત જીવાતવાળું પાણી આવતા સ્થાનિકોના પ્રશ્ને મ્યુનિ. કાઉન્સિલર દ્વારા સ્થળ મુલાકાત બાદ રજૂઆત કરવામાં આવી હતી.

X

સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસની મોટી વાતો વચ્ચે ભર ઉનાળામાં જ વોર્ડ નં. 13માં પ્રેશર સાથે ગંદુ, દુર્ગંધયુક્ત જીવાતવાળું પાણી આવતા સ્થાનિકોના પ્રશ્ને મ્યુનિ. કાઉન્સિલર દ્વારા સ્થળ મુલાકાત બાદ રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 માં આવેલ પ.પૂ.ડોંગરેજી મહારાજ શાળા નજીક આવેલ દ્વારકેશકુંજ સોસાયટી સહિતની આસપાસની સોસાયટીઓમાં વેરો ભરતી જનતાને અપૂરતા પ્રેશરથી ગંદુ, દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું હોઇ સ્થાનિક લોકોને હાલાકી ઉઠાવવાનો વારો તંત્રના પાપે આવ્યો છે. એક તરફ હવે ઉનાળો આકરી ગરમી વરસાવી રહ્યો છે, અને બીજી તરફ વેરો ભરતી જનતાને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય રીતે ઉપલબ્ધ થતી નથી. આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા કચેરી ખાતે અધિકારીઓને રજૂઆતો કરવમ આવી હતી. આ સાથે જ મ્યુનિ. કાઉન્સિલર બાળુ સૂર્વે દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, અને સ્થળ પર મુલાકાત લઈ પાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, ત્યારે અધિકારીઓ દ્વારા 2-૩ દિવસમાં સમસ્યાનો નિકાલ થઇ જશે તેવી મૌખિક બાંહેધરી આપ્યા બાદ પણ કામગીરી શરૂ ન કરાતાં મ્યુનિ. કાઉન્સિલર બાળુ સૂર્વે દ્વારા પાલિકાની કામગીરી બાબતે બળાપો ઠાલવ્યો હતો, અને વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી હતી.

Next Story