/connect-gujarat/media/post_banners/373ae6a3e808959788bd2cbf006b5020837fbd5a0e4a4148101ba46aeea4784c.jpg)
વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે પાણીનો પ્રશ્ન હોવાને કારણે ધીરજ ખોઇ બેઠેલા દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો. સયાજીમાં બાળકોના વિભાગમાં આઇસીયુ અને ઇન્ડોર મળી 50 જેટલા બાળ દર્દી સારવાર લઇ રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાં છેલ્લા 7 દિવસથી પાણીનો પ્રશ્ન સર્જાયો છે. જેમાં પીડિયાટ્રિક વિભાગની મોટર બગડી ગઈ હોવાથી તેમજ અન્ય પ્રશ્નોને કારણે પાણી મળતું નથી. તો બીજી તરફ દર્દીઓના સગાને બહારથી પાણી લેવાની ફરજ પડી રહી છે. સમગ્ર મામલે દર્દીઓના સગાએ ધીરજ ગુમાવી હોસ્પિટલના સત્તાધીશોને રજૂઆત કરી હતી. જોકે, હજુ પણ આ પ્રશ્ન થોડા દિવસ સુધી નહીં ઉકેલાય તેવું હોસ્પિટલ સત્તાધીશોએ જણાવ્યું હતું.