Connect Gujarat
વડોદરા 

વડોદરા : ચાંદોદના માધવાનંદ આશ્રમના મહંત બ્રહ્મલીન થતાં પાર્થિવ દેહને જળ સમાધિ અપાય...

વડોદરા જિલ્લાના ચાંદોદ સ્થિત માધવાનંદ આશ્રમના મહંત સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ બ્રહ્મલીન થયા છે,

X

વડોદરા જિલ્લાના ચાંદોદ સ્થિત માધવાનંદ આશ્રમના મહંત સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ બ્રહ્મલીન થયા છે, ત્યારે સંતો-મહંતો સહિત હજારો ભક્તોની ઉપસ્થિતિમાં પવિત્ર નર્મદા નદીમાં તેઓના પાર્થિવ દેહને જળ સમાધિ આપવામાં આવી હતી.

તીર્થક્ષેત્ર ચાંદોદના માધવાનંદ આશ્રમના સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી અખંડાનંદ સાગર મહારાજના વડીલ શિષ્ય એવા વેદાંતાચાર્ય સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ ગત ગુરુવારે સાંજે બ્રહ્મલીન થયા છે. જેના સમાચાર જાણી ગુજરાતભરમાંથી સાધક ભાઈ-બહેનો ચાંદોદ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં આજરોજ આશ્રમ ખાતેથી ભક્તિ સંગીતના સથવારે સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં જગદીશાનંદ, સ્વામી ભોમાનંદ, વિવેકાનંદ મહારાજ અને સ્વામી ચેતનાનંદ સહિતના સંતો-મહંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તગણ અંતિમ યાત્રામાં જોડાયા હતા. આ અંતિમ યાત્રા નગરના મુખ્ય બજારમાં થઈ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે પહોચી હતી. સંત પરંપરા મુજબની વિધી પૂર્ણ કરી અંતિમ દર્શન બાદ હોડી મારફતે સ્વામીના પાર્થિવ દેહને બદ્રિકાશ્રમ કિનારે જળ સમાધી આપવામાં આવી હતી. સાથે જ સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Next Story
Share it