વડોદરા : દેશનો પ્રથમ ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ બંધ થતાં પાલિકાની આવક બંધ થઈ,PM મોદીના પ્રોજેકટમાં VMCને નથી કોઈ રસ

એક સમયે ઇ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે.

New Update
વડોદરા : દેશનો પ્રથમ ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ બંધ થતાં પાલિકાની આવક બંધ થઈ,PM મોદીના પ્રોજેકટમાં VMCને નથી કોઈ રસ

પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજના શરૂ કરાયા બાદ એમાં તબક્કાવાર ઇ-વેસ્ટ કલેક્શનમાં ઘટાડો થઈ રહ્યો છે.

એક સમયે ઇ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજના શરૂ કરાયા બાદ એમાં તબક્કાવાર ઇ-વેસ્ટ કલેક્શનમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ- 2021માં કોર્પોરેશનને ઇ-વેસ્ટ કલેક્શન પેટે માત્ર રૂપિયા 30,700 મળ્યા હતા. ત્યાર બાદ એક પણ રૂપિયાની આવક થઇ નથી. જેમાં કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેમ કે કોમ્પ્યુટર, મોબાઈલ, ટી.વી., સહિત વિવિધ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો તેને જ્યાં ત્યાં રસ્તા પર કે જાહેર જગ્યાએ ફેંકવાના બદલે કોર્પોરેશનની નિયત કરેલી એજન્સીને આ કચરો સુપ્રત કરી શકાય છે. આ માટે કોર્પોરેશને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો.કોર્પોરેશનના આઇ.ટી. વિભાગના મયંક ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન અસરકારક કામગીરી થઇ નથી. પરંતુ, આગામી સમયે ઇ વેસ્ટ કલેકશન પ્રોજેક્ટ રી લોન્ચ કરવામાં આવશે. આગામી દિવસોમાં શરૂ થતી સ્કૂલોમાં ઇ વેસ્ટ માટે જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે ઇ વેસ્ટ પ્રોજેક્ટના બાળમરણ અંગે જણાવ્યું કે, હું અગાઉ સ્થાયી સમિતીના ચેરમેન પદે હતો. ત્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ પ્રોજેક્ટ અંગે કોર્પોરેશન દ્વારા જરૂરી જે જાગૃતિ લાવવી જોઇએ તે લાવવામાં આવી ન હોવાથી પ્રોજેકટ બંધ હાલતમાં જોવા મળે છે.

હાઇટેક યુગમાં દિવસે ને દિવસે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની માંગ અને તેનો વપરાશ વધવાનો જ છે. પર્યાવરણ મંત્રાલયના આંકડા મુજબ, વર્ષ 2005માં દેશમાં કુલ 1.46 લાખ ટન ઈ-વેસ્ટ નીકળ્યું હતું. જે વર્ષ 2019માં વધીને પાંચ લાખ ટને પહોંચી ગયું હતું જ્યારે આ આંકડો વર્ષ 2012માં 8લાખ ટન પર હતો. વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે ઇ વેસ્ટ કલેકશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ પ્રોજેક્ટ માત્ર એવોર્ડ લેવા માટે જ કર્યો હોઇ, તેવું લાગી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી માર્કેટિંગ કરવામાં આવ્યું ન હોવાથી આ પ્રોજેક્ટનું બાળમરણ થઇ ગયું. આ ઉપરાંત પર્યાવરણ માટે પણ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે જાગૃતિ લાવવી જરૂરી છે.

Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.