Connect Gujarat
વડોદરા 

વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર...

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

X

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણોને મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમા તળાવ, સયાજીગંજ અને તાંદળજા સહકાર નગર વિસ્તારના દબાણો દૂર કરાયા હતા.

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ તાંદળજા સહકાર નગર વિસ્તારમાંથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સહકાર નગરમાં દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, અહીં 1400 જેટલા ગરીબો માટેના આવાસો બનવા જઈ રહ્યા છે, જેથી અહીંનું ગેર કાયદેસર દબાણ તોડવામાં આવ્યું હતું. જે માટે વડોદરાના મેયર કેયુર રોકડીયા સહિત દબાણ શાખાની ટીમ અને સ્ટાફ જોડાયો હતો. કુલ 4 બુડોઝર, 5 JCB, 8 ટ્રક અને 125 માણસોએ મળી દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. એટલું જ નહીં, પાલિકાની ટીમે ગતરાત્રીએ સોમા તળાવ નજીકના દબાણો પણ દૂર કર્યા હતા.

Next Story