/connect-gujarat/media/post_banners/cdd33de092876adcc0868eac50cf0c09205e8a401bf49215663e62245e7bc9d5.jpg)
વડોદરા જિલ્લાના અનગઢ ગામથી દરજીપુરા ગામ જતા 25વર્ષીય યુવાનને નવાપુરા ગામ નજીક અકસ્માત દરમિયાન મોત નિપજતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને ખાનગી કંપનીના વાહનોને આગ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો
વડોદરા જિલ્લાના દાજીપુરા ગામમાં રહેતા 25 વર્ષીય અજીતસિંહ ગોહિલ અનગઢ ગામથી દાજીપુરા ગામ તરફ જતા હતા તે દરમિયાન નવાપુરા ગામ પાસે બની રહેલ રેલવેના ગરનાળા નજીક અકસ્માત થતા તેમનું મોત નિપજ્યું હતું.મોત નિપજતાની સાથે આસપાસના ગામોના ટોળા એકત્ર થયા હતા અને રેલવે ગરનાળામાં કામ કરી રહેલ ખાનગી કંપનીના વાહનોને આગ ચાપી વિરોધ નોંધાવ્યો હતો. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ દોડી આવી હતી અને શહેર પોલીસની મદદ મેળવી ઉશ્કેરાયલા ટોળાને વિખેરી કાબુ મેળવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ખાનગી કંપનીના ત્રણ જેટલા વાહનોને આગને હવાલે કર્યા હતા. બનાવ અંગે નંદેશરી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. નંદેશરી પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.