• જિલ્લાના પારડી ગામ નજીક સર્જાય એક મોટી દુર્ઘટના

  • વિમાનનું ઇંધણ ભરીને વહન કરતાં ટેન્કરે પલટી મારી

  • માર્ગ પર જ્વલનશીલ ઈંધણ ઢોળાતા અફરાતફરી સર્જાય

  • મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

  • ઇજાગ્રસ્ત એક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ

વલસાડ જિલ્લાના પારડી ગામ નજીક વિમાનનું ઇંધણ ભરીને વહન કરતાં એક ટેન્કરે પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના પારડી ગામ નજીક નેશનલ હાઇવે પર મોટી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસારવિમાનનું ઇંધણ ભરીને વહન કરતાં એક ટેન્કર પલટી મારી ગયું હતું. જોકેઅતિશુદ્ધ ઇંધણ ભરેલા ટેન્કરે પલટી મારતા દોડધામ મચી જવા પામી હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઇડમાં પલટી મારી ગયેલા ટેન્કરમાંથી હજારો લિટર ઇંધણ હાઇવે પર ઢોળાયું હતું. તો બીજી તરફઆ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પારડી મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ટેન્કરમાંથી લીકેજ થયેલ એવીએશન ટર્બાઇન ફ્યુલ એટલે ATF અત્યંત જ્વલનશીલ ઈંધણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકેકોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ સલામતીના પગલા લેવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી.