વલસાડ : “ડિજિટલ ઈન્ડિયા..!”, સિલધાના ગ્રામજનો જંગલ-પહાડી વિસ્તારમાં જઈ બાળકોને ઓનલાઈન શિક્ષણ અપાવવા બન્યા મજબૂર

વલસાડ : “ડિજિટલ ઈન્ડિયા..!”, સિલધાના ગ્રામજનો જંગલ-પહાડી વિસ્તારમાં જઈ બાળકોને ઓનલાઈન શિક્ષણ અપાવવા બન્યા મજબૂર
New Update

વર્તમાન સમયમાં સરકાર દ્વારા મોટાભાગની સુવિદ્યાઓ  અને સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે, ત્યારે શિક્ષણ પણ હવે ઓનલાઇન થયું છે. જોકે જીવનનો અભિન્ન અંગ બની ગયેલા મોબાઈલ અને ઈન્ટરનેટના ઉપયોગે લોકોનું જીવન વધુ સરળ બનાવ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના અનેક ગામો આજે પણ  મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સુવિધાથી વંચિત છે.

હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે છેલ્લા 3 મહિનાથી રાજ્યની પ્રાથમિક શાળા સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે. જેને લઈને શિક્ષણને મોટી અસર થઈ રહી છે. પરંતુ સરકારે આવી પરિસ્થિતિમાં હવે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની શરૂઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા મોબાઇલના માધ્યમથી ઘરે અભ્યાસ કરી શકે, ત્યારે વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સુવિધાના અભાવે  ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. અહીંયા અંતરિયાળ અને પહાડી વિસ્તારના અનેક ગામો આજે પણ  મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સુવિધા નથી મળી રહેતી. જોકે જે લોકો સ્માર્ટફોન કે મોબાઈલનો ઉપયોગ કરે છે, તે લોકોએ મોબાઈલ ફોન કરવા કે  ઓનલાઇન સેવા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા કેટલાય કિલોમીટર સુધી દૂર જંગલોમાં અને પહાડીઓ પર ભટકવું પડે છે, ત્યારે જ્યાં નેટવર્ક મળે છે, ત્યાં જ જંગલોમાં પહાડીઓ પર બેસીને પોતાનું કામ તેમજ પોતાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણના ક્લાસ લેવા માટે મજબૂર બન્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયા અભિયાન ચલાવી રહી છે, ત્યારે કપરાડા તાલુકાના સિલધા સહિત એક બે ગામ નહીં પરંતુ પહાડી વિસ્તારના અનેક ગામોમાં મોબાઈલ તેમજ ઇન્ટરનેટ નેટવર્કનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીંના લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી રહેતા જે લોકોએ ફોન કરવો હોય કે નેટવર્કની જરૂર હોય તો જંગલ વિસ્તારોમાં પહાડની ટેકરી ઉપર નેટવર્કની શોધ કરવી પડે છે, ત્યારે જ્યાં નેટવર્ક પકડાઈ છે, ત્યાં જ બેઠા બેઠા પોતાનું કામ કરવું પડે છે, ત્યારે આવા સમયમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ મોબાઇલ નેટવર્કની સુવિધા ઊભી કરવામાં આવે જેથી અંતરિયાળ પહાડી વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો પણ સરકારની ઓનલાઇન સેવાનો લાભ લઇ શકે. આમ આજના ડિજિટલ યુગમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નેટવર્કની સુવિધા ઊભી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

#Valsad #online #Valsad Police #Valsad News #Digital India #Online Teaching
Here are a few more articles:
Read the Next Article